જ્યુપીટર ફાઉન્ડેશન ટીમ અંજાર દ્વારા મલ્ટી ટેલેન્ટ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી રાસ ગરબા, દાંડિયા રાસ , બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ, આરતી ની થાળી ડેકોરેશન , દીવા ડેકોરેશન તથા શુભ ચિન્હ સમાન રંગોળી ની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં 50 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો સાથેજ બહેનો ના વ્યવસાય ને પ્રોત્સાહન માટે નજીવા ભાડા પર સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા જેમાં બહેનોએ ઉપયોગી વિવિધ સ્ટોલ રાખ્યા હતા મલ્ટી ટેલેન્ટ પ્રોગ્રામમાં દરેક બહેનોએ ખૂબ જ સરસ પોતાની કલા રજૂ કરી હતી જેમાં જજ તરીકે પૂજાબેન ટંડન તથા સંપદાબેન ઠક્કરે સેવા આપી હતી દરેક સ્પર્ધામાં વિજેતાઓ ને ફાઉન્ડેશન દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન પિન્કીબેન કટ્ટા અને પૂજાબેન ટંડને કર્યું હતું જ્યારે પ્રોગ્રામ નું આયોજન વૈસાલીબેન કતિરા તથા ટીમ અંજાર ના રીના સૉચલા , અરુણા સોરઠીયા, રીમા સોની , અંજના પોમલ , પ્રીતિ ઠક્કર દ્વારા કરાયું હતું.અતિથિ વિશેષ તરીકે સુજાતાબેન પ્રધાન,સુનિતાબેન દેવનાની,દીપાબેન વજીરાની, પિન્કીબેન બાગ્રેચા,પૂજાબેન પર્યાની ,પાયલબેન દોડાની શિલ્પાબેન અડવાણી , પેલણ મહિલા મંડળ તથા ગૌસ્વામી સમાજ મહિલા મંડળ ના પ્રમુખ શ્રી અર્પણાબેન ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. By Pradeep Bhanushali / 12/10/2022 12/10/2022 / 88 Comments